Politics: મતદાર યાદી સુધારણા માટે કાર્યક્રમ જાહેર, 15 જૂન પહેલા પેટા ચૂંટણીની સંભાવના, કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જેનાથી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની શક્યતા વધી ગઈ છે. ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની શક્યતા છે. ચૂંટણી પંચે આ બેઠકો માટે મતદાર યાદીની સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જે 8 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ચાલશે. સુધારેલી મતદાર યાદી 5 મે 2025 સુધીમાં જાહેર થશે, અને 15 જૂન પહેલા પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
શા માટે ખાલી પડી છે આ બેઠકો?
કડી વિધાનસભા બેઠક ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના ફેબ્રુઆરી 2025માં થયેલા અવસાન બાદ ખાલી પડી હતી. વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના વિધાયક ભુપતભાઈ ભાયાણીએ 2023માં રાજીનામું આપ્યા બાદ ખાલી થઈ હતી.