World: અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં ભારતીય પ્રવાસીઓ, કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આપ્યા છે. ભારતના સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટની જાહેરાત કરી છે, જેનો લાભ ભારતીય પ્રવાસીઓ, કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ લઈ શકશે.
અમેરિકન એમ્બેસીના જણાવ્યા મુજબ, આ જાહેરાતથી અમેરિકા જવા ઈચ્છુક હજારો ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યૂ અને મુસાફરીની સુવિધાઓ મળશે. આથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. amerikaan એેમ્બેસીએ જણાવ્યું કે સતત બીજા વર્ષમાં અમારે 10 લાખથી વધુ નોન ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પ્રાપ્ત થઇ હતી. અમારું ધ્યેય પરિવારોને એકઠા કરવું, વેપારને પ્રોત્સાહન આપવું અને ટુરિઝમને વધારવું છે.