India: મહાકુંભમાં ચર્ચાનો વિષય બનેલા IIT બાબા અભયસિંહને જયપુર પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમની પાસેથી ગાંજો જપ્ત કર્યો છે અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતા છે. અભયસિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપ્યા બાદ, પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટલ પહોંચીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન પણ તેમના પાસે ગાંજો મળ્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!પોલીસે હવે અભયસિંહની પુછપરછ શરૂ કરી છે. ગાંજો મળવાના મામલે IIT બાબાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, “આ મહાદેવનો પ્રસાદ છે, બધાં બાબાઓ તેનો ઉપયોગ કરે છે, પરંતુ પોલીસ મારો કેસ કરી રહી છે.” પોલીસનું કહેવું છે કે ગાંજાનું સેવન ગેરકાયદે છે અને જો સાધુઓ ખુલ્લેઆમ તેનું સેવન કરી રહ્યા હોય, તો પુરાવા આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
IIT બાબા અભયસિંહે પોતાની અટકાયત અંગે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હોટલમાં પોલીસ પહોંચી ગઈ છે, અને તેમનું સામાન પેક કરી લેવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે જ, તેમણે કેપ્શનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલ પાસેથી કેસ લડવા માટે સહાયતા માગી હતી.