નેપાળમાં રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે હિંસક પ્રદર્શન

Violent protests in Nepal demanding restoration of monarchy

2 Min Read

World: નેપાળમાં ફરી રાજાશાહી પુનઃસ્થાપનાની માંગ તેજ બની છે. કાઠમાંડુમાં અનેક વિસ્તારોમાં રાજાશાહી સમર્થકો અને સુરક્ષાબળો વચ્ચે હિંસક અથડામણો જોવા મળી હતી. વિરોધ પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સુરક્ષાદળોએ આંસુ ગેસનો ઉપયોગ કરવાનો પડ્યો હતો. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, એક રાજકીય દળનું મુખ્યાલય અને એક મીડિયા હાઉસની ઈમારતમાં આગ લગાવી હતી. આ અથડામણમાં 12થી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સુરક્ષા વ્યવસ્થા માટે ઈમરજન્સી બેઠક

હિંસાની ઘટનાઓ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને નેપાળના ગૃહ મંત્રાલયે સુરક્ષા પ્રમુખો સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કાઠમાંડુમાં ચાલી રહેલી હિંસા અને આગચંપીની પરિસ્થિતિને સંભાળવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી. અહેવાલો અનુસાર, આ હિંસા માટે નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને જવાબદાર માનવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ અંગે ચર્ચા ચાલી રહી છે.

વર્ષ 2008માં નેપાળમાં રાજશાહી સમાપ્ત કરી ધર્મનિરપેક્ષ, સંઘીય, લોકતાંત્રિક ગણરાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેમ છતાં, રાજકીય ભષ્ટાચાર, આર્થિક અસ્થિરતા અને વારંવાર સરકાર બદલાતા સામાન્ય નાગરિકોમાં નારાજગી વધી છે. છેલ્લા 16 વર્ષમાં દેશે 13થી વધુ સરકારો જોયી છે, જેનાથી અસંતોષ વધી રહ્યો છે.

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનો સંદેશ

19 ફેબ્રુઆરીએ લોકતંત્ર દિવસના અવસરે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે જનતા પાસે રાજાશાહી પુનઃસ્થાપન માટે સમર્થન આપવા અપીલ કરી હતી. તેમના આહવાનને હજારો સમર્થકોએ સાથ આપ્યો અને “રાજા પરત આવો, દેશ બચાવો” જેવા નારા સાથે આંદોલન તેજ બન્યું. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, નેપાળમાં હિન્દુ રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ સાથે એક મજબૂત આંદોલન ઉભરાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે હજી પણ ઘણાં નાગરિકો રાજાશાહી પદ્ધતિને સમર્થન આપી રહ્યા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03