સ્ટાર પ્લસ પર અનુપમા શોમાં વનરાજ કરશે અલવિદા

Vanraj will bid farewell to Anupama show on Star Plus

Entertainment: અનુપમા શો માંથી અત્યાર સુધીમાં ઘણા કલાકારો નીકળી ચૂક્યા છે. તેમાં વધુ એકવાર વધારો થયો છે. આ વખતે શોમાંથી મુખ્ય પાત્ર એવા વનરાજે અલવિદા કહી દીધું છે. વનરાજના પાત્રમાં છેલ્લા ચાર વર્ષથી સુધાંશુ પાંડે જોવા મળતો હતો. પરંતુ રક્ષાબંધનથી જ સુધાંશુ પાંડે અનુપમા ટીમમાંથી નીકળી ગયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સુધાંશુ પાંડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે જરૂરી અનાઉન્સમેન્ટ કરતા કહ્યું હતું કે તેણે અનુપમા શો છોડી દીધો છે. સુધાંશુ એ વીડિયોમાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી અનુપમા શો સાથે તે જોડાયેલો હતો તેના પાત્ર વનરાજને લોકોની નારાજગી પણ મળી અને પ્રેમ પણ મળ્યો. જે નારાજગી મળી તે પણ ખૂબ જ ખાસ છે કારણ કે જો લોકો તેનાથી નારાજ ન થયા હોત તો એવું સાબિત થયું હોત કે તેણે વનરાજ તરીકે કામ બરાબર નથી કર્યું.

આ વાત કરતા સુધાંશુ પાંડેએ જણાવ્યું કે અનુપમા શો તે રક્ષાબંધનથી છોડી ચૂક્યો છે. આ મેસેજ છે એટલા માટે શેર કરે છે કે તેના ચાહકોને એ વાત ખબર પડે કે હવે તે અનુપમા શોમાં જોવા નહીં મળે. મહત્વનું છે કે સુધાંશુ પાંડે એવું પણ જણાવ્યું કે બેન્ડ બોયઝ કમ બેક કરી રહ્યું છે. અને તે ફરીથી બેન્ડ બોયઝ સાથે જોડાઈ રહ્યો છે. તેથી તે અનુપમા શો છોડી રહ્યો છે. બેન્ડ બોયઝ નું પહેલું ગીત રિલીઝ પણ થઈ ચૂક્યું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

અનુપમા શોમાં અત્યાર સુધીમાં ઘણા બધા પાત્રો બદલી ચૂક્યા છે. જેમાં પાંખી, સમર, તોષુ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અને હવે છેલ્લે સુધાંશુ પાંડે એટલે કે વનરાજ પણ અનુપમા શોને છોડી ચૂક્યો છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03