I pohne દ્રારા ક્લીન-અપ ફીચરનો ઉપયોગ

Usando la función de limpieza del iPhone

Science: એપલ દ્વારા આખે ક્લીન-અપ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરને વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે આમ છતાં iOS 18માં એનો સમાવેશ નહોતો થયો. iOS 18.1માં પણ એનો સમાવેશ નહોતો થયો, પરંતુ આ વર્ઝનના બીટા વર્ઝન 3માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ ક્લીન-અપ ફીચર ફોટો ગેલરી માટે છે. ખાસ કરીને ફોટો ક્લિક કરવાનું જેને ખૂબ જ પસંદ હોય એના માટે આ ફીચર છે. ઘણી વાર એવું થાય છે કે ફોટો ક્લિક કરતી વખતે કોઈ વચ્ચે આવી જાય છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ એવું હોય જેને કાઢવું જરૂરી લાગે છે. ઘણી વાર એને કારણે ફોટો શેર કરવામાં પણ તકલીફ પડે છે. આથી કોઈ પણ વસ્તુને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાઢવા માટે ક્લીન-અપ ફીચર બનાવવામાં આવ્યું છે.

આ ફીચરનો ઉપયોગ ફોટો એપ્લિકેશનમાં કરી શકાશે. એવું જરૂરી નથી કે આ ફોટો બસ આઇફોનમાં ક્લિક કર્યો હોય તો જ આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ફોટો એપમાં કોઈ પણ તસવીર હોય એને આ ફીચરની મદદથી એડિટ કરી શકાશે. ફોટો એપ્લિકેશનમાં જ્યારે ફોટો એડિટ કરવામાં આવે ત્યારે નીચેની સાઇડ એક ઇરેઝરનું આઇકન દેખાશે. એના પર ક્લિક કરતાં એ સિલેક્ટ થઈ જશે. ત્યાર બાદ આંગળીની મદદથી સ્ક્રીન પરથી જે ઓબ્જેક્ટ કાઢવું હોય એના પર એ ફેરવતાં જ એ ડિલીટ થઈ જશે.

આ ફીચરને એન્ડ્રોઇડમાં બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં એ પીક્સેલ મોબાઇલમાં હતું. એન્ડ્રોઇડમાં એને મેજિક એડિટર નામ આપવામાં આવ્યું છે. તેમ જ એન્ડ્રોઇડમાં મેજિક ઇરેઝર પણ ટૂલ છે. આ ફીચર ઘણાં મોબાઇલમાં છે અને હવે એ દરેક લેટેસ્ટ હાઇ-એન્ડ મોબાઇલમાં આવી જશે.

TAGGED:
Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01