World: અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રિસિપ્રોકલ ટેક્સ લગાવવાની ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે હવે ભારત જો અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ વસૂલશે, તો એટલો જ ટેક્સ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય ઉત્પાદનો પર લગાવશે. આ પગલું ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ યુદ્ધની શરૂઆત કરી શકે છે.
Thank you for reading this post, don't forget to subscribe!ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા અમુક અમેરિકન ઉત્પાદનો પર લગાડવામાં આવેલા “હાઇ ટેરિફ”ના જવાબમાં રિસિપ્રોકલ ટેરિફ લાદવાના પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા છે. આ પ્રક્રિયા દરમિયાન તેમણે ભારતને ચેતવણી પણ આપી. ટ્રમ્પે કહ્યું, “રિસિપ્રોકલનો અર્થ છે કે ભારત અમારાથી જેટલો ટેક્સ વસૂલે છે, તેના બદલે અમે પણ સમાન ટેક્સ વસૂલીશું.” તેમણે ઉમેર્યું, “ભારત અમારાથી વધુ પડતો ટેક્સ વસૂલે છે અને હવે તે સહન કરવું શક્ય નથી.”
ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશો છે, જે અમેરિકન ઉત્પાદનો પર હાઇ ટેરિફ લગાડે છે. તેમણે જણાવ્યું, “રિસિપ્રોકલ મહત્વપૂર્ણ છે. જો તેઓ અમારાથી ચાર્જ વસૂલે છે, તો આપણે પણ સમાન પગલાં લેશું.” ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં અત્યારે મોટો ફેરફાર જોવા મળી શકે છે, જેનો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પ્રભાવ પડી શકે છે.