World: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના મઉદરવાજા વિસ્તારમાં એક હ્રદયવિદ્રારક ઘટના સામે આવી છે, જ્યાં ઘરમા ખુલ્લા રાખેલા કુલરમાંથી પિચકારી વડે પાણી ભરતાં કરંટ લાગતા એક જ પરિવારના બે બાળકોનું કરુણ મોત નિપજ્યું.
Thank you for reading this post, don't forget to subscribe!અહેવાલ મુજબ, સોમવારે સાંજે નમો ચતુર્વેદીના બે બાળકો, 7 વર્ષીય દીકરી ગુનગુન અને 4 વર્ષીય પુત્ર યુવરાજ, પિચકારી વડે રમતા હતા. આ દરમિયાન તેઓ ઘરમાં રાખેલા ખુલ્લા કુલરની ટાંકી પાસે પહોંચ્યા. પાછળનો ભાગ ખુલ્લો જોતા, તેમણે પિચકારી વડે પાણી ભરવાનું શરૂ કર્યું, પરંતુ અચાનક કરંટ લાગતાં બંને બાળકો કરંટ નો શિકાર બન્યા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ થયું.
બાળકો કેટલીકવાર ન દેખાતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. જોકે, થોડી જ ક્ષણોમાં જ તેમને બાળકો ઘરના કુલરની ટાંકીમાં બેભાન હાલતમાં મળ્યા. પરિવારજનોએ તુરંત બાળકોને બહાર કાઢ્યા, પણ તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વીજશોર્ટસર્કિટ કે ખુલ્લા વાયરને કારણે કરંટ લાગવાની શક્યતા જણાઈ રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.