તહેવારો મોંઘવારીનો પહેલા માર LPG ગેસના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે તહેવારોમાં મધ્યમ વર્ગ લોકો માટે મોટો ઝટકો આપ્યો છે. 1 ઓક્ટોબર 2024થી નવા ભાવ લાગુ કરવામાં આવ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!આજે 1 ઓક્ટોબર 2024ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા સુધી વધારી દીધા છે. જ્યારે કંપનીઓએ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટા પાયે વધારો કર્યો છે. 1 સપ્ટેમ્બરે પણ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે 1 જુલાઈએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઘર વપરાશ સિલિન્ડરના ભાવે કોઈ બદલાવ નહીં
14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની આજની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી. દિલ્હી ખાતે આ સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે, જ્યારે કોલકાતા માં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં મળી રહ્યું છે. અમદાવાદમાં તેનો ભાવ 810 રૂપિયા છે અને સુરતમાં આ સિલિન્ડર 808.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, 14 કિલોના ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓગસ્ટ 2023માં સરકારે લગભગ 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળી રહ્યો છે, જ્યારે કોલકાતામાં 1850.50 રૂપિયા, મુંબઈમાં 1692.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1903 રૂપિયા થઈ ગયા છે. અમદાવાદમાં આ વધારાની સાથે સિલિન્ડર 1759 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે સુરતમાં 1692.50 રૂપિયામાં મળી રહ્યો છે.