World: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ શપથ ગ્રહણ કરશે. શપથ બાદ ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા નિર્ણયને અંજામ આપવાની જાહેરાત કરી છે. આ માટે ICE (યુ.એસ. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા દેશનિકાલ માટે 15 લાખ વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 18 હજાર ભારતીય નાગરિકો પણ સામેલ છે, જેઓ પર દેશનિકાલની તલવાર લટકી રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!રિપોર્ટ મુજબ 17,940 ભારતીયો શામેલ, નવેમ્બર 2024માં રજૂ કરવામાં આવેલા ICE રિપોર્ટ અનુસાર, અંતિમ દેશનિકાલના આદેશ સાથે 15 લાખમાંથી 17,940 ભારતીય નાગરિકોનો સમાવેશ થયો છે.
ઓક્ટોબરમાં પણ કરવામાં આવી હતી કાર્યવાહી. અમેરિકામાં આશરે 7,25,000 ગેરકાયદેસર ભારતીયો વસે છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ત્રીજા નંબર પર છે. ઓક્ટોબરમાં, દેશનિકાલ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કેટલાક ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા હતા. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના જણાવ્યા મુજબ, 22 ઓક્ટોબરે દેશનિકાલની ફ્લાઇટનું આયોજન ભારત સરકારના સહયોગથી થયું હતું.
90 હજાર ભારતીયોની ધરપકડ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સરેરાશ 90,000 ભારતીયોની ધરપકડ થઈ હતી. સ્થાનિક નિષ્ણાતો અનુસાર, આમાં મોટા ભાગના પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના રહેવાસીઓ છે.
ICE દસ્તાવેજમાં ભારતીય સત્તાવાળાઓ પર દેશનિકાલની પ્રક્રિયામાં સંકલન ન કરવાનું અને અમલને જટિલ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પડકારોને પહોંચી વળવા રાજદ્વારી પગલાં લાવવામાં આવી રહ્યા છે.