MORBI NEWS: ગુજરાતમાં છાશવારે પોલીસ પર વાહન ચાલકો દ્વારા હુમલો કરવાની ઘટનાઓ જોવા મળે છે ત્યારે ફરી એક વખત ફરજ બજાવતા પોલીસ જવાનની હત્યાનો પ્રયાસ થયો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ અને TRB જવાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના ત્યારે બની, જ્યારે બાઈક પર સવાર TRB જવાન અને હેડ કોન્સ્ટેબલ એક ટ્રકચાલકનો પીછો કરી રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!ટ્રકચાલકે પોલીસના રોકવાનો ઈશારો ધ્યાન પર ન લઇને ટ્રક ભગાડી હતી અને તે વખતે અકસ્માત સર્જી દીધો હતો. પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રકચાલક આવી ઘટના સર્જીને ટ્રક છોડીને ફરાર થઈ ગયો. ટ્રકમાં સવાર હેડ કોન્સ્ટેબલ અને TRB જવાન બંને આ અકસ્માતમાં ઘાયલ થયા છે.
ઘટનાની માહિતીને આધારે, સિટી બી-ડિવિઝન પોલીસએ ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે. આ દુર્ઘટના પાછળ ટ્રકચાલકની માનસિકતા અને તેમના ગુનાહિત ઇરાદાઓ સામે આકરેલી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.