ટ્રાન્સપોર્ટર્સે એસોસિયેશન દ્રારા સરકાર પાસે ટોલ ટેક્સમાં ઘટાડો કરવાની માંગણી

Transporters Association demands reduction in toll tax from government


Gujarat:
અડાલજ-મહેસાણા ટોલ ટેક્સ વધુ પડતો હોવાના વિરોધમાં આજે ટ્રાન્સપોર્ટર્સે બહિષ્કારનું એલાન આપ્યું છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં ટ્રક અને અન્ય વાહનોના માલિકો અડાલજ-મહેસાણા ટોલ નાકા પર એકઠા થયા છે.ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે, રોડના બાંધકામ ખર્ચની સરખામણીમાં ટોલ ટેક્સનું પ્રમાણ અતિશય વધુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા ટોલ કંપનીઓને અન્યાયી લાભ આપવામાં આવી રહ્યો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ વિરોધ પ્રદર્શનને પગલે ટ્રાફિકમાં ઘટાડો થયો છે અને વાહન વ્યવહાર પર અસર પડી છે. ટ્રાન્સપોર્ટર્સે સરકારને ટોલ ટેક્સમાં ઘટાડાની માંગ કરી છે. ગુજરાતના વડોદરા-હાલોલ અને અડાલજ-મહેસાણા માર્ગો પર 2001-2002થી ટોલ ટેક્સ વસૂલાતો રહે છે. આ અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલ ટેક્સના બહિષ્કારની હાકલ આપી છે અને સરકારને લેખિત રીતે રજૂઆત કરી છે.

માર્ગ નિર્માણનો ખર્ચ અને વસૂલાતના આંકડા

વડોદરા-હાલોલ માર્ગ બાંધવા રૂ. 170.64 કરોડ અને અડાલજ-મહેસાણા માર્ગ માટે રૂ. 344.25 કરોડનો ખર્ચ થયો હતો, જેનો કુલ ખર્ચ રૂ. 515.19 કરોડ થયો. તદ્દન વિરુદ્ધ, આ માર્ગો પર 20 વર્ષમાં કંપનીઓએ રૂ. 3000 કરોડથી વધુની આવક કરી છે.

ઉચ્ચ ટોલ દરોથી થતી અસામાન્ય વસૂલાત

ગુજરાતમાં ટોલ ટેક્સના દરો અન્ય રાજ્યોના નેશનલ હાઇવે કરતાં ખૂબ જ ઉંચા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર કિલોમીટરે રૂ. 3.92 વસૂલવામાં આવે છે, પરંતુ વડોદરા-હાલોલ હાઇવે પર રૂ. 5.84 અને અમદાવાદ-મહેસાણા હાઇવે પર રૂ. 5.72 વસૂલવામાં આવે છે. 2009 સુધીમાં જ આ બંને માર્ગો પરથી રૂ. 1737 કરોડ વસૂલાઈ ચૂક્યાં હતા, જ્યારે બીજા 15 વર્ષમાં આવક રૂ. 3000 કરોડથી પણ વધારે થઈ છે.

વધતા ટોલ દરો સામે વિરોધ અને કાયદાકીય કાર્યવાહી

સપ્ટેમ્બર 2023માં ટોલના વધતા દરોને લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પણ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધીને 15 ટકા સુધી પહોંચતાં વેપારીઓ પર ભારે ભારણ આવી રહ્યું છે.

ટોલ ટેક્સ ઘટાડવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને અન્ય વેપારીઓ વારંવાર સરકારને રજૂઆત કરે છે, પરંતુ આ રજૂઆતો સરકારના બહેરા કાને અથડાઈ છે, જેનો કોઈ ઉકેલ સામે આવ્યો નથી. ગંભીર મુદ્દો ઊભો થયો છે કે આ ટોલ ટેક્સની ગેરવાજબી વસૂલાતથી નાના અને મોટા વેપારીઓ પર આર્થિક બોજ વધે છે અને આ મુદ્દાને ત્વરિત ઉકેલવાની જરૂર છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03