બદલી : 64 IAS અધિકારીઓની બદલી,4ને પ્રમોશન

પંકજ જોશીએ CS તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં બદલીઓનો દોર

Thank you for reading this post, don't forget to subscribe!

GOVERMENT: રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. એક સાથે 64 IAS અધિકારીઓની બદલી અને 4 IASને પ્રમોશન આપવામાં આવ્યા છે. અમદાવાદ મનપા કમિશનર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બંછાનિધિ પાનીને મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે તેની વચ્ચે રાજ્ય સરકાર ચૂંટણીપંચની મંજૂરી લઈ આજે IASની બદલીના આદેશ કર્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરે તેના પહેલાં જ તેમની બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર નાગરાજ એમ.ને પણ પ્રમોશન આપીને ગુજરાત એસટી નિગમના એમડી તરીકે મુકવામાં આવ્યા છે.

SOURCE : DIVYA BHASKAR

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03