Gujarat: ખેરાલુ બજારમાં ટ્રાફિક સમસ્યાની પોલીસ કાર્યવાહી બેકાર ગઈ? ગઈકાલે ખેરાલુ પોલીસે બજારમાં વધતી ટ્રાફિકની સમસ્યાને પગલે લારીઓ અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરી હતી. પરંતુ આજે ફરીથી બજારમાં હાલત યથાવત જોવા મળી, જાણે કોઈ કાર્યવાહી થઈ જ ન હોય અને પોલીસનો ડર હોવો ન જોઈએ તેમ લાગતું હતું. ખેરાલુના આમલી ચાટા થી ખારી કુઈ સુધીના બજાર વિસ્તારમાં રોજગાર માટે બેઠેલા લારીઓ અને પાથરણાં ટ્રાફિક માટે સતત સમસ્યા સર્જે છે.
Thank you for reading this post, don't forget to subscribe!
ગઈકાલે પોલીસે તેમને હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા, પરંતુ આજે ફરીથી એ જ દ્રશ્યો સામે આવ્યા. અહીં સુધી કે ખેરાલુ બજાર પાસે આવેલી પોલીસ ચોકીના બહાર અને અંદર પણ શાકભાજીના થેલા અને ઓડીંગાવાળાઓ બેધડક બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસ ચોકી તરફ જતાં રસ્તો પણ અટકાયેલો જણાતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કરે છે. પોલીસ ચોકીમાં રહેલા હોમગાર્ડ જવાનો પણ ચુપચાપ ખુરશી પર આરામ કરતાં કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર દ્રશ્ય એ સ્પષ્ટ કરે છે કે ખેરાલુમાં ટ્રાફિક વ્યવસ્થાના મામલે પોલીસની કામગીરી ફક્ત દેખાવ પૂરતી રહી છે.
