તમારા રોજિંદા કાર્યોમાં સફળતા મળશે. નવો પ્રયાસ સફળ થશે અને આપનું માન-સન્માન વધશે. ધીરજ રાખો અને સંયમથી કાર્ય કરશો.
Thank you for reading this post, don't forget to subscribe!મેષ રાશિ
આજે કાર્યમાં સાનુકૂળતા અનુભવશો. મિત્રો અને પરિવાર સાથે મિલન-મુલાકાતની શક્યતા છે.
વૃષભ રાશિ
કાર્યમાં પ્રતિકૂળતા અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચ વધવાની સંભાવના છે.
મિથુન રાશિ
કાર્યમાં અન્યનો સહકાર મળશે. પરદેશ સંબંધિત કામકાજ અને રાજકીય-સરકારી કાર્યોમાં સફળતા મળશે.
કર્ક રાશિ
સાસરીપક્ષના કાર્યો માટે દોડધામ થઈ શકે છે. સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડી શકે છે.
સિંહ રાશિ
અટવાયેલા કાર્યોનો ધીમે ધીમે ઉકેલ આવશે. વાણીની મીઠાશથી લાભ થશે.
કન્યા રાશિ
કાર્યમાં પ્રતિકૂળતા અનુભવશો. જમીન-મકાન-વાહન સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે. ઉચાટ અનુભવશો.
તુલા રાશિ
કાર્યની પ્રશંસા થશે, જે આનંદ આપશે. સંયુક્ત ધંધામાં ભાઈબંધુઓનો સહકાર મળશે.
વૃશ્ચિક રાશિ
કાર્યમાં સાનુકૂળતા અનુભવશો. બેંક, વીમા કંપની અને શેર સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. આનંદિત રહેશો.
ધન રાશિ
ગણતરી અને ધારણા મુજબ કાર્યો પૂર્ણ થશે, જે કાર્ય ઉત્સાહ વધારશે. મિલન-મુલાકાતની શક્યતા છે.
મકર રાશિ
રાજકીય અને સરકારી કાર્યોમાં ઉતાવળ ન કરવી. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે.
કુંભ રાશિ
કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળશે, જે ઝડપથી ઉકેલ લાવશે. સંતાન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે.
મીન રાશિ
દિવસની શરૂઆતથી જ સતત કાર્યમાં વ્યસ્ત રહેશો. જમીન-મકાન-વાહન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે.