Bhakti Sandesh: ડાકોરમાં આજે રણછોડરાયજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો. હોળિકા દહનના પર્વે ઠાકોરજીએ સોનાની પિચકારીથી ભક્તો પર રંગોની વરસાત કરી, ભક્તોએ આનંદમગ્ન થઈ શ્રદ્ધા વ્યક્ત કરી.
ફાગણી પૂનમના રોજ સંઘો દ્વારા ધજાઓ ચઢાવવામાં આવશે. મંદિર તંત્રએ આ પવિત્ર પર્વની ખાસ વ્યવસ્થાઓ કરી છે. હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ડાકોરમાં લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહ વચ્ચે રણછોડરાયજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ગત દિવસે હોળી દહનના પ્રસંગે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓએ ડાકોર આવીને રણછોડરાયજીના દર્શન કરી ધાર્મિક આસ્થા વ્યક્ત કરી હતી. ગુરુવારે સવારે ઠાકોરજીના શણગાર પછી ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો. ભક્તોએ રંગોથી ઠાકોરજીને અર્પણ કરીને ભક્તિમય માહોલ સર્જ્યો. ફુલડોલ ઉત્સવના દિવસે ભક્તિભાવથી સંપન્ન થયેલા રંગોત્સવમાં ભક્તો અને ભગવાનના એકરૂપ થવાનો અનોખો અનુભવ થયો.