CRIME: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી 19 વર્ષીય રેણુકા રમેશ વાળા નામની યુવતી ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ માલધારી એરીયામાં એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. ગરીબ પરિવારમાંથી આવતી આ યુવતી પોતાના પરિવારને ટેકો આપવા મજૂરી કરે છે.
Thank you for reading this post, don't forget to subscribe!
રેણુકા સાથે એજ કારખાનામાં રેખા નામની મહિલા પણ કામ કરે છે, જે રેણુકાને વારંવાર હેરાન કરતી હતી. ગતરોજ બોરતળાવ નાકે આવેલ મિલી પાનના ગલ્લા પાસે રેખાએ રેણુકા સાથે જાહેરમાં મારપીટ કરી હતી. સાથે સાથે તેને રૂ 5,000 આપવાની ધમકી આપી કે “જો તું આ વાત કોઈને કહેશે તો તને મારી નાંખીશ”. આ બનાવથી ડરી ગયેલી રેણુકાએ અન્ય લોકોની મદદ લઈ અને તેમના સહારે D ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાનીકાર્યવાહી હાથધરી.