Health: પ્રતિ વ્યક્તિએ સારા સ્વાસ્થ્ય માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ આપણે પીતા પાણીની શુદ્ધતા પણ આરોગ્ય માટે એટલી જ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક સમયથી, ઘણા લોકો 20 લીટરની બોટલમાં પીવાનું પાણી ખરીદે છે. પરંતુ આ બોટલોમાંથી ઘણી અનબ્રાન્ડેડ છે, એટલે કે આ પાણી કઈ કંપનીનું છે અને તે ક્યાંથી પ્રોસેસ કરવામાં આવ્યું છે, તેની કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. ‘મિનરલ વોટર’ તરીકે વેચાતું આ પાણી કિડની માટે જોખમી હોઈ શકે છે.
Thank you for reading this post, don't forget to subscribe!કોઈ પ્રસંગે જો ઘરમાં પીવાનું પાણી ઉપલબ્ધ ન હોય, તો આવા પ્રકારના કેરબા ખરીદવામાં આવે છે. અનબ્રાન્ડેડ પાણી વેચતા પ્રદાતાઓ દાવો કરતા હોય છે કે તેમનું પાણી આરઓ પ્રણાળી દ્વારા ફિલ્ટર કરવામાં આવ્યું છે. પરંતુ આ દાવા કેટલા સચોટ છે, એ મોટો પ્રશ્ન છે. ઘરના ઉંબરે પહોંચાડવામાં આવતા મોટાભાગના કેરબામાં કોઈ લેબલ જ નથી, જેના કારણે પાણીજન્ય રોગોમાં પડવાનું જોખમ રહે છે.
ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ, આ પ્રકારનું વેચાતા પાણી સિલબદ્ધ હોવું જોઈએ અને તેમાં પ્રોડક્ટનું નામ, પ્રોસેસરનું સરનામું, બેચ નંબર, ટ્રીટમેન્ટ માટેની પદ્ધતિ અને પાણીના ઉપયોગ માટેની શ્રેષ્ઠ તારીખ જેવી વિગતો હોવી ફરજિયાત છે. પરંતુ આ તમામ માહિતી સામાન્ય રીતે જોવા મળતી નથી. ઘણીવાર, 20 લીટરની બોટલમાં યોગ્ય રીતે સાફ કર્યા વગર જ નવા ગ્રાહકને પાણી ભરીને વેચી દેવામાં આવે છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતી નથી.
અમદાવાદના ઘણા વિસ્તારોમાં બિનરોકટોકે બોટલમાં પાણી વેચતી ફેક્ટરીઓ ધમધમી રહી છે. અનબ્રાન્ડેડ પાણી વેચતા પ્રદાતાઓ સામે ફૂડ સેફ્ટી વિભાગ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, અથવા તો તેઓ આ વાતને નજરઆડા કરી દેતા હોય છે.
આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. મેહુલ શેલતે જણાવ્યું કે, ‘બ્રાન્ડ વિના વેચાતા કેરબાના પાણીમાં મિનરલ્સનું સંતુલન હોવાની શક્યતા ઓછું છે. આથી, આ પાણી પીવાથી આપણા શરીરના મિનરલ્સનું સંતુલન ખોરવાઈ શકે છે. ડબલ્યુએચઓના મત અનુસાર, પીવાના પાણીમાં સોલ્ટ, કેલ્શિયમ, સોડિયમ અને બોરોન જેવા તત્વો હોવા આવશ્યક છે, પરંતુ શું આ અનબ્રાન્ડેડ કેરબાના પાણીમાં તે જળવાઈ રહ્યું છે, તે એક મોટો પ્રશ્ન છે. આવા પાણી પીવાથી પાણીજન્ય રોગ, B12ની અછત, કિડનીને નુકસાન, લિવર પર દોષકારક અસર અને કેન્સર જેવા રોગોની શક્યતા રહેલી છે