Kutch lakhpat News : કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ શંકાસ્પદ તાવથી ફક્ત છ દિવસમાં જ 15 લોકો મોતને ભેટ્યાં છે. આ ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ ને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટિ ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!હાલ મામલાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે 25 ટીમ કચ્છ મોકલી છે, જે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબરાડા તાલુકમાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરી દેવાયું છે.
આરોગ્ય મંત્રી કચ્છ જવા રવાના
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ત્યારબાદ આ ભેદી બીમારીને લઈને મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા કચ્છ જવા રવાના થયાં છે. જ્યાં, તેઓ બીમારી ગ્રસ્ત તાલુકો અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવની પરિસ્થિતી અંગે વિઝીટ કરશે અને કચ્છ જ્લ્લાના વહીવટી તંત્ર સાથે પણ આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા રવાના થયાં છે, જે વખતે તેઓએ જણાવ્યું કે, જે લોકોના મોત થયાં છે તેમાંથી જે 11 મૃતકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં બાળકોમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કાર્ડિયાકેરેસ્ટના કારણે મોત પણ કેસ જોવા મળ્યાં. જોકે, ઘણાં મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયાં હોવાથી જે-તે કુટુંબીજનો સાથે વાતચીત કરીને મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલાં ગામો છે, જેની તપાસ કરી. તપાસ કરતાં 31 જેટલાં કેસ મળ્યાં જે તાવના હતાં. આ તાવના કેસમાંથી લક્ષણો અને ટેસ્ટના આધારે જાણી શક્યાં છીએ અને તેમાંથી 8-9 કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે અને બીજા પણ નવા કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે.
બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ
આ ભેદી બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું કે, અમે લોકોને સમજાવી રહ્યાં છીએ કે, બીમારીથી ડરશો નહીં. જો કોઈપણ પ્રકારનવો તાવ કે શરીરમાં અજુગતી અનુભૂતિ થાય તો તુરંત આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવો. તંત્ર કોઈપણ વ્યક્તિને આઇસોલેટ નથી કરવાના. ફક્ત દર્દીની તપાસ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિને આ બીમારી ન થાય તે મુજબની જરૂરી તકેદારી લેવામાં આવશે.