Surendranagar: એસએમસી પોલીસે તમામ પાસેથી રોકડ અને મોબાઈલ અને વાહન સહિત ₹4,79,760 નો મુદ્દામાલ ઝડપયો. ગાંધીનગર એસએમસીની ટીમ દસાડા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળેલ કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના શંખેશ્વર રોડ પર વડગામ જતા કાચા રસ્તે ખુલી જગ્યામાં રાજદીપસિંહ ભાથીભા ઝાલા રહે ઝિંઝુવાળા વાળો પૈસાથી હારજીત નો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!- રાજદીપસિંહ ભથીભા ઝાલા રહે ઝિંઝુવાડા
- રવિ મહેન્દ્રકુમાર ગજ્જર રહે આદરીયાણા
- જેઠાભાઇ જુહાભાઇ રાઠોડ રહે વડગામ
- જીગર સી ઉર્ફે વનરાજસિંહ ઝાલા રહે ઝિંઝુવાડા
- રસિકભાઈ વિરમભાઈ રાઠોડ રહે વડગામ
- વિશાલ ભરતભાઈ ઓડ રહે વાલેવડા
- સંજય કુમાર પ્રભુભાઈ વાઘેલા રહે વાલેવડા
- વિનોદ ગગાભાઈ ઠાકોર રહે વડગામ
- રસિકભાઈ ગાડાભાઇ ઠાકોર રહે વડગામ
મનુભાઈ બબાભાઈ રાઠોડ રહે વડગામ જેવો તમામ પાસેથી એસ.એમ.સી.ની ટીમે રોકડ રૂપિયા 1,41,460 10 મોબાઈલ જેની કિંમત 53.000 વાહનો જેની કિંમત ₹2,85,000 બે વોટર જગ રૂપિયા 200 ટાડપત્રી રૂ.100 મળી કુલ રૂપિયા 4,79,760 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલ 10 શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
અહેવાલ : શૈલેષ વાણિયા
પાટડી,સુરેન્દ્રનગર