Banaskantha: થરાદ ખાતે ડૉ. આંબેડકર માનવ વિકાસ સંશોધન ટ્રસ્ટ અને મેઘવંશી સેવા ટ્રસ્ટના સહયોગથી 6 મેના રોજ વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 11 નવદંપતીઓએ વૈવાહિક જીવનની નવિન પથ પર પગલાં મૂક્યાં હતાં. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી પથુભાઈ નાનજીભાઈ રાઠોડ અને સેધાભાઈ વાઘાભાઈ પરમાર (ડોડગામ) દ્વારા યોજાયું હતું. વિવિધ દાતાઓના સહયોગથી સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!
કાર્યક્રમ દરમિયાન લોકકલાકાર શ્રદ્ધાબેન વાણિયા અને અન્ય કલાકારોએ લગ્નગીતો રજૂ કરી સંસ્કૃતિને જીવંત રાખી. સમૂહ લગ્ન સમિતિએ પથુભાઈ, સેધાભાઈ સહિત તમામ દાતાઓનો સન્માન કરી તેમની સમર્પિત સેવાનું આદરપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. આ ઉત્સવના અંતે પથુભાઈ અને સેધાભાઈએ તમામ સહયોગીઓ અને સમાજજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં વધુ મોટી અને વ્યવસ્થિત સમૂહ લગ્ન યોજવા પ્રયાસશીલ રહીશું.
અહેવાલ: અરવિંદ પુરોહિત, થરાદ