વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ 2008 માં થતાં 20મી જાન્યુઆરીને સોમવારના રોજ 17 મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!સિકોતર માતાજીની પ્રતિષ્ઠાની 17 મી વર્ષગાંઠ નિમિત્તે યજ્ઞ યોજાતા યજ્ઞાચાર્ય શાસ્ત્રી પ્રફુલ્લભાઈ દેવરામભાઈ પુરોહિત (કુંડાળીયા), જયંતીભાઈ નાગજીભાઈ ત્રિવેદીએ વૈદિક મંત્રોચ્ચાર બોલી યજ્ઞના યજમાન ભુરાભાઈ જીવાભાઈએ હવનમાં આહુતિઓ આપી હતી, આ પ્રસંગે માવસરી પોલીસ સ્ટેશનના PSI આર.જે. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ રમેશભાઈ પરખાજી, કોન્સ્ટેબલ લાખાજી શંકરજી, કોન્સ્ટેબલ દિલીપભાઈ શીવાભાઈ, કોન્સ્ટેબલ જગતસિંહ મનજીજી સહિત પોલીસ સ્ટાફગણ ઉપસ્થિત રહી વહાણવટી સિકોતર માતાજીની તિથિ નિમિત્તે વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ