Education: વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં એક અંધ બાળકીને શિક્ષકે ક્લાસરૂમમાં પૂરી, CCTV કેમેરા બંધ કરી લાકડાના ડંડાથી માર માર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને શાળાએ કેટલાય દિવસો સુધી દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!જ્યારે શાળાના અન્ય શિક્ષકે હિંમત બતાવી અને સમગ્ર ઘટના સ્કૂલ મેનેજમેન્ટ તથા સમાજ સુરક્ષા વિભાગને જાણ કરી, ત્યારે સમગ્ર જિલ્લામાં આ મામલે હલચલ મચી ગઈ. શાળા મેનેજમેન્ટે તાત્કાલિક પગલા લેતા દોષિત શિક્ષકને નોકરીમાંથી છૂટો કરી દીધો.
સંગીત શિક્ષકે ખુલાસો કરતાં તપાસ શરૂ
આ સમગ્ર મામલો શાળાના સંગીત શિક્ષક ગૌરાંગકુમાર આચાર્ય દ્વારા ટ્રસ્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. ટ્રસ્ટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પીડિત બાળકી તથા વાલીઓના નિવેદનો લીધા. સાથે જ અન્ય શિક્ષકોના નિવેદનને આધારે તપાસ કરવામાં આવી. પુરાવાના આધારે શિક્ષકને શાળામાંથી દૂર કરવામાં આવ્યો છે. વિદ્યામંદિર ટ્રસ્ટે ઘટનાની તાપસ કરતા જણાવ્યું કે, “આ પ્રકારના અમાનવીય વર્તનને અમે કદી સહન કરી શકીએ નહીં. પીડિત બાળકીને તમામ જરૂરી સહાયતા પુરી પાડીશું.”
પાલનપુર તાલુકાના ગઢ ગામમાં આવેલ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં પણ શિક્ષકે મહિલા સરપંચના પુત્રને લાકડાના પાટિયા વડે માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે બાળકના વાલીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ પરિસ્થિતિને પગલે શિક્ષણજગતમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમાજમાં શિક્ષકો પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે માટે સત્તાવાળાઓ દ્વારા આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.