Sports: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 અંતર્ગત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 જાન્યુઆરીએ પૂર્ણ થશે. બાદમાં, ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ T-20 અને વનડે શ્રેણી રમશે. ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારત પ્રવાસે આવશે. અહીં 5 મેચની T-20 શ્રેણી રમાશે, જે બાદ 3 મેચની વનડે શ્રેણી યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાંT-20 શ્રેણીની એક મેચ રમાશે.
ટી20 શ્રેણીનું શેડ્યૂલ:
- પહેલી T-20: 22 જાન્યુઆરી, કોલકાતા
- બીજી T-20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
- ત્રીજી T-20: 28 જાન્યુઆરી, રાજકોટ
- ચોથી T-20: 31 જાન્યુઆરી, પુણે
- પાંચમી T-20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
- તમામ T-20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
વનડે શ્રેણીનું શેડ્યૂલ:
- પહેલી વનડે: 6 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી વનડે: 9 ફેબ્રુઆરી, કટક
- ત્રીજી વનડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ
- વનડે શ્રેણીની તમામ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે, જ્યારે વનડે શ્રેણીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્માએ ટી 20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો છે.