Surat: રાજ્યનું પહેલું એન્ટિ નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર (Drugs Detection Analyzer) કહેવામાં આવે છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. આ મશીનની ખાસિયત એવી છે કે, લાળથી માત્ર 1 મિનિટમાં જ ડ્રગ એડિક્ટ ઝડપાઈ જશે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે.
એન્ટિ નાર્કોટિક્સ યુનિટે વિદેશી કંપની દ્વારા બનાવાયેલ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન પ્રાપ્ત કર્યું છે, જેનું ઉપયોગ ખૂબ સરળ છે અને મોબાઈલ રેપિડ સ્ક્રિનિંગ માટે યોગ્ય છે. પોલીસને જો કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સંદેહ થાય, તો મશીન સાથેની કિટથી લાળનું સેમ્પલ લઈ, તે મશીનમાં મૂકવામાં આવે છે. માત્ર 60 સેકન્ડમાં તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તેની ચોક્કસ માહિતી મળી જાય છે.
ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે સુરત પોલીસનું ગુજરાતમાં પ્રથમ એન્ટિ નાર્કોટિક્સ યુનિટ NDPSના કેસો હેન્ડલ કરશે. NGO અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના આદી લોકો માટે પુનર્વસન પ્રોગ્રામ શરૂ થશે, જેનો હેતુ તેઓને આ આદત છોડવામાં મદદ કરવાનું છે.
ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રેડ પાડશું,” એમ ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું. તેઓએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઈઝર મશીનનો ઉપયોગ કરીને તે જગ્યાઓ પર રેડ કરવામાં આવશે, જ્યાં ડ્રગ્સ પાર્ટી અથવા રેવ પાર્ટી હોવાની માહિતી મળશે. આ મશીન મોબાઈલ છે, એટલે તે સરળતાથી લઈ જઈ શકાય છે અને 60 સેકન્ડમાં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. અગાઉ લોહીનાં સેમ્પલનો રિપોર્ટ મેળવવા માટે 7 દિવસ લાગતા હતા, પરંતુ આ મશીનથી વધુ વ્યક્તિઓનું તરત જ સ્કેનિંગ કરી શકાય છે. આ મશીનની કિંમત 15 લાખ રૂપિયા છે, અને આવનારા સમયમાં વધુ મશીનો મંગાવવામાં આવશે.