ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ

Sudden change in weather in Gujarat, unseasonal rain

Gujarat: રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં માવઠું થયું છે. જ્યારે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતાં લોકોએ ઠંડીમાં ભીંજાવાનું વારો આવ્યો હતો. આજના દિવસે રાજ્યમાં અસમયે વરસાદ થવાની આગાહી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા.

દામવાસ પંથકમાં કરાં પડવાનું નોંધાયું છે. સાબરકાંઠાના 8 તાલુકાઓમાંથી 4 તાલુકાઓમાં અસમયે વરસાદ ખાબક્યો છે. હિંમતનગરમાં 1 મીમી, ઈડરમાં 6 મીમી, ખેડબ્રહ્મામાં 4 મીમી અને વડાલીમાં 7 મીમી વરસાદ પડ્યો છે. અસમયે પડેલા આ વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા છવાઈ ગઈ છે. કરાં અને માવઠાના કારણે વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન.

રાજકોટના જસદણ પંથકમાં ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું, જેનાથી વાહનચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી. આટકોટ અને ખારચીયા સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે, જે જીરાના પાકને નુકસાન પહોંચાડવાની ભીતિ ઊભી કરી છે. અમદાવાદના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો, જ્યાં વહેલી સવારે ઝાપટાં પડ્યા હતા. ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા અને નરોડા જેવા વિસ્તારોમાં માવઠું પડ્યું. સિંધુભવન રોડ પર ઘાટધુમ્મસ છવાયું હતું.

આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે પવનની 30-40 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં બરફનાં કરાં પડવાની સંભાવના છે, જે ખેડૂતો માટે વધુ પડકારજનક બની શકે છે. સિદ્ધપુરમાં રાત્રે કમોસમી વરસાદ પડ્યો, જ્યારે સવારે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. કમોસમી વરસાદથી ખેતરમાં પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03