Education: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિંમત વિદ્યાનગર શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી કેડી ઠક્કરબાપા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના ધોરણ બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌહાણ યુઆન યુસુફભાઈ ઉંમર વર્ષ નવ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2024-25 અંડર 11 ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
Thank you for reading this post, don't forget to subscribe!તેમજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી રુદ્ર કાંતિલાલ અંડર 14 ગોળા ફેંક સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ મુલાણી, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી શ્રીમતી ક્રિષ્નાબેન મુલાણી શાળાના સુપરવાઇઝર શ્રીમતી આકાંક્ષા શ્રી વાસ્તવએ અભિનંદન પાઠવ્યા હતા.
સ્પોર્ટ ટીચર શ્રીમતી પલકબેન જોષીના અથાગ મહેનત તથા સતત માર્ગદર્શન મળવાથી સફળતા પ્રાપ્ત કરેલ છે. તેમ જ બાળકના પિતાશ્રી બાળકને ઘેર ચેસનું પૂરેપૂરું જ્ઞાન આપી, બાળકની ચેસ પ્રત્યેની રુચિ પર પૂરતું ધ્યાન આપે છે. ટ્રસ્ટી ક્રિષ્નાબેન મુલાણીએ બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ રમે એવી શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ: દિપક સથવારા, રાધનપુર