મહેસાણામાં શિક્ષકોની બેદરકારીથી વિદ્યાર્થીઓ જોખમમાં

Students in danger due to teachers' negligence in Mehsana

2 Min Read

Education system: મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્ર દ્વારા પરિવહન માટે જારી કરાયેલી ગાઈડલાઈનનું ઘોર ઉલ્લંઘન થયું હોવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષકોએ શાળાના ભૂલકાઓની સલામતીને અવગણીને, તેમને જોખમી રીતે ટ્રેકટર અને ટ્રકમાં મુસાફરી કરાવી જાદુગરનો શો જોવા લઈ ગયા, જેનાથી ભારે વિવાદ ઉભો થયો.

Thank you for reading this post, don't forget to subscribe!

શિક્ષકોનો બેદરકાર વલણ

એક તરફ તંત્ર માર્ગ સલામતી વિશે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે, તો બીજી તરફ શિક્ષકોએ જ ગાઈડલાઈનનો ભંગ કરતા, વિદ્યાર્થીઓને જોખમમાં મૂકી મહેસાણા શહેરના ટાઉન હોલની બહાર, વિદ્યાર્થીઓથી ભરેલા ટ્રક અને ટ્રેક્ટરની લાંબી કતાર જોવા મળી, જ્યાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવ્યા હતા.

આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા અને રામોસણા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ ટાઉન હોલ ખાતે જાદુગરના શો માટે પહોંચ્યા હતા. વિધાર્થીઓના સુરક્ષાની પરવા કર્યા વિના થયેલા આ આયોજન અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવતા, તેઓએ આ આયોજનથી અજાણ હોવાની સ્પષ્ટતા કરી. તેમનો દાવો હતો કે શિક્ષણિક પ્રવાસ સિવાય અન્ય કાર્યક્રમો અંગે તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જોકે, આ મુદ્દે ગંભીરતા દાખવતા સંબંધિત શાળાના આચાર્યને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

સિસ્ટમની નિષ્ફળતા: પોલીસે રોક્યા નહીં

વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ જોખમી રીતે પરિવહન થઈ ટાઉન હોલ સુધી પહોંચ્યો હોવા છતાં, માર્ગમાં કોઈપણ પોલીસ પોઇન્ટ પર તેમને અટકાવવામાં આવ્યા ન હતા. આ ઘટના માર્ગ સલામતી માટે દાવા કરતી તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે.

વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાઈ ફી


આ સમગ્ર ગેરવહીવટ વચ્ચે વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ શો માટે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી ₹50 ફી વસુલવામાં આવી હતી. તેમ છતાં, તેમના સલામત પરિવહન માટે કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જે શિક્ષકોની ગફલત અને જવાબદારીની ઉણપને ઉજાગર કરે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03