Education: ઠાકોર કિરણજી વિષ્ણુજી ચોટીયા માધ્યમિક સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી આજે મહીયલ હાઈસ્કૂલમાં વિજ્ઞાનનું પેપર આપી રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા સ્થળ પરની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવી.
Thank you for reading this post, don't forget to subscribe!
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના મેડિકલ ઓફિસર તથા આયુષ મેડિકલ ઓફિસર દ્વારા વિદ્યાર્થીની તાત્કાલિક મુલાકાત લઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખેરાલુ ખાતે ખસેડવામાં આવ્યો. ત્યાં, કેન્દ્રના અધિક્ષક સાહેબ તથા મેડિકલ ટીમે વધુ તપાસ કરી અને સારવાર અર્થે વિદ્યાર્થીને દાખલ કર્યો. હાલ વિદ્યાર્થીની તબિયત સ્થિર છે.
અહેવાલ: જીગર મેવાડા, ખેરાલુ