મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળો કરનાર હૉસ્પિટલ પર સરકાર દ્વારા કડક કાર્યવાહી

Strict action by Govt on Pradhan Mantri Jan Arogya Yojana scam hospital in Mehsana

Health: મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગોટાળો કરનારા હૉસ્પિટલ પર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 15 હોસ્પિટલોને નોટિસ મોકલવામાં આવી છે. દર્દીની રિપોર્ટ અને અન્ય નાણાં લેતી ચાર હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાવાની છે. આયુષ્માન કાર્ડ હોવા છતાં લાયન્સ હૉસ્પિટલએ દર્દી પાસેથી ICU ચાર્જ વસૂલ કર્યો હતો. પરિણામે, કડીની ભાગ્યોદય જનરલ હૉસ્પિટલથી 110,410 રૂપિયા અને મહેસાણાની લાયન્સ જનરલ હૉસ્પિટલથી 65,435 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલ થશે.

Thank you for reading this post, don't forget to subscribe!

વિસનગરની નૂતન હૉસ્પિટલ પાસેથી 45,850 અને મહેસાણાની શકુંઝ હૉસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા પેનલ્ટી વસૂલ થશે. આ ઉપરાંત, ટીબી હૉસ્પિટલ વિજાપુર, યશ હૉસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ વિજાપુર, મા ઉમા હૉસ્પિટલ ઊંઝા, પંચશીલ હૉસ્પિટલ કડી, વાઇબ્રન્ટ હૉસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હૉસ્પિટલ મહેસાણા, શૈશવ હૉસ્પિટલ ખેરાલુ, શંકુઝ હૉસ્પિટલ મહેસાણા, કૃષ્ણા હૉસ્પિટલ વિસનગર, કેબી હૉસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હૉસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હૉસ્પિટલ, સોહમ સર્જિકલ હૉસ્પિટલ કડી, અને લાયન્સ જનરલ હૉસ્પિટલ અને નૂતન જનરલ હૉસ્પિટલ વિસનગરને નોટિસ મોકલવામાં આવી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03