Banaskantha: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા થરાદ તાલુકાના મોટીપાવડ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામાજિક સમરસતા દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ પ્રથમ દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફનું રાણી લક્ષ્મીબાઈનો ફોટો આપી એ.બી.વી.પી ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાગ લીધેલ ૧૧ જેટલી વિદ્યાર્થીનીઓએ ડૉ.બાબા સાહેબ આંબેડકરના જીવન ચારિત્ર્ય પર વકતૃત્વ આપ્યું હતું. જેમાં એક થી ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીનીઓને એ.બી.વી.પી ટીમ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાશે.
આ કાર્યક્રમમાં કે.જી.બી.વી ના વોર્ડન સંગીતાબેન, તારાબેન, અમિતાબેન, ચેતનાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ એ.બી.વી.પી ટીમમાંથી બનાસકાંઠા ભાગ સંયોજક રાજેશભાઈ જોષી(નાનોલ), પિયુષભાઈ, મહેન્દ્રભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ