અમદવાદમાં નકલી નોટો બનાવતા છ શખ્સોની ઘરપકડ

Six people arrested for making fake notes in Ahmedabad

Crime: અમદાવાદના ચાણક્યપુરી શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટો ઉપયોગ કરીને ખરીદી કરનાર છ શખ્સોને પકડવામાં સોલા હાઈકોર્ટ પોલીસે સફળ બની.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 500ની 247 બનાવટી નોટો જપ્ત કરી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મેગાવના રહીશો, દિપક બંસલ, ઉમેશ રેપુરિયા, વિકાસ જાટવ, ઉમેશ કૈલાશ જાટવ અને ઋષિકેશ જાટવને સોલા હાઇકોર્ટ પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ શખ્સોએ પોતાના સાગરિત પાસેથી ઉચ્ચ ગુણવત્તાના કાગળ પર 500 રૂપિયાની નોટ પ્રિન્ટ કરવાનો પ્રશિક્ષણ મેળવ્યું હતું.

આ આરોપીઓએ નોટ પર ગ્રીન કલર ઉપસી આવેલી ટેપ લગાવી અસલી નોટ જેવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નોટ ફેલાવવા માટે તેઓએ ભીડનો લાભ ઉઠાવવાનું આયોજન કર્યું હતું. ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું કે, યોગેશ નામના સાગરિતે આ શોર્ટકટ શીખવ્યો હતો, જેમાં નોટ સ્કેન કરવી, બંને બાજુ પ્રિન્ટ કરવી અને પ્રત્યક્ષ નોટ જેવી બનાવવાની ટેક્નિક શામેલ હતી.

આરોપીઓએ પહેલા 100 રૂપિયાની બનાવટી નોટો તૈયાર કરી હતી અને આ નોટો દિલ્હી અને મધ્યપ્રદેશના નાના વેપારીઓને આપી હતી. પછી, તે અગાઉ 500 રૂપિયાની ખોટી નોટો બનાવીને, તેને અમદાવાદના શાક માર્કેટમાં રાત્રે લગાવવાની યોજના બનાવી. આ યોજના મુજબ, તેઓ 250 નોટો સાથે આવ્યા, અને 500 રૂપિયાની બે નોટો ચલાવવામાં સફળ થયા. ત્યારબાદ, તેઓ નોટોને નાની મોટી ખરીદી કરીને વટાવવા નીકળ્યા, પરંતુ તેમને પોલીસે ઝડપી લીધા.

આરોપી યોગેશ, જેમણે બનાવટી નોટો છાપવાનો કૌશલ્ય શીખવ્યો હતો, ઉત્તર પ્રદેશમાં તે નોટોની ગેરકાનૂની ચલણમાં સામેલ હતો. તેણે ગેંગ બનાવી હતી, જે બનાવટી ચલણી નોટો બનાવવા અને વિતરિત કરવા માટે કાર્યરત હતી. હાલ,
સોલા હાઇકોર્ટ પોલીસને જાણ થતાં જ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ દરેક આરોપીનો 12 દિવસનો રિમાન્ડ લઈ તપાસ ચાલુ રાખી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03