World: સિરિયામાં બળવાખોર જૂથે દેશના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો અને ઇદલિબના મોટા ભાગ પર કબજો કરી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, આ જૂથમાં હયાત તહરિર અલ-શમ (HTS) અને તેના સાથે જોડાયેલા સંગઠનો સામેલ છે, જેમને અલકાયદાનું સમર્થન છે.
Thank you for reading this post, don't forget to subscribe!2016માં સિરિયન આર્મીએ આ બળવાખોર જૂથને દેશમાંથી વિસથાપિત કરી દીધું હતું. આ 8 વર્ષમાં પહેલીવાર છે જ્યારે કોઈ વિદ્રોહી જૂથે અલેપ્પો પર કબજો કર્યો છે. 27 નવેમ્બરે HTSએ અલેપ્પો પર હુમલો કરી ઘણા સૈન્ય ઠેકાણાં પર કબજો કર્યો.
સિરિયાની સરકારે શનિવારે અલેપ્પો એરપોર્ટ, હોસ્પિટલ અને શહેર સાથે જોડાયેલા તમામ માર્ગોને બંધ કરી દીધા હતા.
આ દરમિયાન, રશિયાએ સિરિયાની સરકારને સહાય કરવી શરૂ કરી દીધી છે. મોસ્કો ટાઈમ્સના અનુસાર, શુક્રવારે રશિયન દળોએ બળવાખોરો અને તેમના હથિયારોના ગોડાઉન પર ઘાતક બોમ્બમારો કર્યો હતો. રશિયન સેનાએ દાવો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં 23 બળવાખોરોની જગ્યાઓ પર હુમલો કરીને 200થી વધુ બળવાખોરોને માર્યા છે.
3 દિવસ પહેલાં શરૂ થયેલો આ હુમલો બશર અલ-અસદ સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. અત્યારસુધીમાં અથડામણમાં બંને પક્ષોના 250થી વધુ લોકો માર્યા ગયા છે.
રશિયા અને ઈરાન બંને સહાય મોકલી શકે છે. રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ અસદના સૌથી મોટા સહયોગી રશિયા, ઈરાન અને હિઝબુલ્લાહ એકઠા હોવા છતાં પણ બીજા વિવાદોમાં અટવાયા છે. રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે, જ્યારે ઈરાન અને હિઝબુલ્લાહ ઈઝરાયલ સાથે સામસામે છે. આ ત્રણેયે અસદ સરકારને ગૃહયુદ્ધમાં સહાય કરી હતી.
ઈરાન માટે સીરિયા મહત્વપૂર્ણ છે કારણ કે તે હિઝબુલ્લાહ અને હમાસને હથિયારો પૂરા પાડે છે. આવી સ્થિતિમાં, ઈરાન ટૂંક સમયમાં સીરિયાને હથિયાર આપી શકે છે, અને રિપોર્ટ અનુસાર, ઈરાન તરફી ઈરાકી મિલિશિયાઓ, જેમ કે કતાઇબ હિઝબુલ્લાહ, અસાઈબ અહલ અલહક, અને હરકત અલ નુજબાહ, સીરિયા પહોંચી શકે છે.