India: ઓપરેશન દરમિયાન થયેલી બેદરકારીના કારણે 17 વર્ષ સુધી દુખાવો સહન કરનાર મહિલાનો ચોંકાવતો કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. 2008માં સિઝેરિયન ઓપરેશન દરમિયાન ડોકટરોની લાપરવાહીથી કાતર મહિલાના પેટમાં રહી ગઈ. વર્ષો સુધી પીડા સહન કર્યા બાદ અનેક ચીકિત્સક તપાસો કરાવ્યા, દવાઓ લીધી, પરંતુ રાહત ન મળતા એક્સ-રે કરાવ્યું, જ્યાં આ હકીકત બહાર આવી.
Thank you for reading this post, don't forget to subscribe!ફરિયાદી પતિએ જણાવ્યા મુજબ, 26 ફેબ્રુઆરી 2008ના રોજ તેની પત્નીને પ્રસૂતિ પીડા દરમિયાન ઇન્દિરાનગરના એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સિઝેરિયન ઓપરેશન થયું. ત્યારથી જ પત્નીને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. વર્ષો સુધી ઈલાજ કરાવ્યા છતાં કોઈ ઉકેલ ન મળ્યો. આખરે 23 માર્ચે એક્સ-રેમાં પેટમાં કાતર હોવાની માહિતી મળી. તાત્કાલિક સારવાર માટે મહિલાને KGMUમાં દાખલ કરવામાં આવી, જ્યાં 26 માર્ચે સર્જનોએ ઓપરેશન કરીને 17 વર્ષથી રહેલી કાતરને બહાર કાઢી.
આ ઘટનાને લઈને પીડિત મહિલા દ્વારા લખનઉના ગાજીપુર પોલીસ સ્ટેશનમાં ખાનગી હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાજીપુર એસપી અનુસાર, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે તેમને આ મામલે વધુ માહિતી નથી.