ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરોમાં અચાનક તેજી પાછળ કૌભાંડનો પર્દાફાશ

Scam exposed behind sudden rise in Bharat Global Developers shares

Business: અમદાવાદમાં શેરબજારનો ઉપયોગ કરીને 10,000 કરોડ રૂપિયાના કાળા નાણાંને વ્હાઇટ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ કંપનીનો સંડોવણો છે. કંપનીના શેર ટ્રેડિંગ દ્વારા લગભગ 10,000 કરોડ રૂપિયાના કાળા નાણાંને વ્હાઈટ કરવાનો કૌભાંડ બહાર આવ્યો છે. આ કાળી કમાઈમાં એક શેર ઓપરેટરનો હાથ હતો. ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) દ્વારા તપાસ ચાલી રહી છે, અને SEBIએ ત્રણ દિવસ આ કંપનીને સસ્પેન્ડ પણ કરી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ભારત ગ્લોબલ ડેવલપર્સએ ખોટી રીતે જાહેર કરેલું હતું કે, તેણે રિલાયન્સ, ટાટા, મેકેઇન અને UPLજેવી મોટી કંપનીઓ પાસેથી ₹1500 કરોડના ઓર્ડર મેળવ્યા છે, જેના કારણે શેર્સમાં કૃત્રિમ તેજી સર્જાઈ. નવેમ્બર 2023 થી નવેમ્બર 2024 વચ્ચે, કંપનીના શેરના ભાવમાં 1700% વધારો થયો. એક વર્ષમાં શેરનો ભાવ ₹16-14 થી વધીને 28 નવેમ્બર 2024ના રોજ ₹1072.95 પર બંધ થયો. ઓક્ટોબરથી નવેમ્બરના એક જ મહિનામાં, શેરનો ભાવ ₹642 થી વધીને ₹1702.95 થઇ ગયો હતો.

SEBIએ સોમવારે એક ઇન્ટરિમ ઓર્ડરમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો અને 41 ઓપરેટર્સ અને તેમના સહયોગીઓને પણ પ્રતિબંધિત કર્યા છે. SEBI દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઓપરેટર્સે ₹271.58 કરોડ કમાણી કરી છે. 2012 થી 2023 સુધી સામાન્ય ટર્નઓવર ધરાવતી આ કંપનીએ અચાનક 2024માં મોટા ઓર્ડર મેળવ્યા હોવાની ખોટી માહિતી આપી હતી, જેમાં રિલાયન્સ માટે રૂ. 120 કરોડનો પ્રોજેક્ટ અને અન્ય અગ્રણી ઉદ્યોગો પાસેથી ₹1500 કરોડના ઓર્ડરનો સમાવેશ કરવામાં આવ્યો.

1992માં પરફેક્ટ વિવર્સ તરીકે નોંધાવેલી આ કંપનીએ ચાર વખત પોતાનું નામ બદલાવ્યું છે. આ કંપનીએ ટેક્સટાઈલ્સના વ્યવસાયને બદલે બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુએનર્જી જેવા પ્રોજેક્ટમાં ફેરફાર કર્યો અને શ્રેણીબદ્ધ સબસિડયરી ઊભી કરી વ્યાપક વિસ્તરણની જાહેરાતો કરી. આ સાથે, કાળા નાણાંને ધોળા કરવાના આયોજન હેઠળ, કાળા ઓપરેટર અને તેના સહયોગીોએ 2024ના માર્ચમાં ₹10 અને ઓક્ટોબર 2024માં ₹121ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કર્યા હતા. જો કે, 99% શેર માત્ર ઓપરેટર્સને ફાળવવામાં આવ્યા, જે થી ભાવમાં વધઘટ કરવું વધુ સરળ બની ગયું.

ED તપાસની માગ

SEBIના પ્રાથમિક અહેવાલ અનુસાર, ઓપરેટરો એ શેરના ભાવ વધારવા માટે અંદર-અંદર ખરીદી-વિક્રમ કરીને વધુ ભાવ પર માલ વેચી ₹271 કરોડ કમાવી લીધા. બજાર સૂત્રોનું માનવું છે કે આ કંપનીના શેરમાં 1700% તેજી લાવતી વખતે આશરે ₹10,000 કરોડના કાળા નાણાંની હેરફેર થઈ હતી, જેને ઓપરેટરોએ નફારૂપે ઘરની ભેગી કરી. SEBI દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસના રિપોર્ટ બાદ, હવે આવકવેરા અને ED દ્વારા તપાસ કરી સમગ્ર કૌભાંડ બહાર લાવવું જોઈએ.

કાળિયા તરીકે ઓળખાતા ઓપરેટરનું કારસ્તાન

સ્થાનિક શેરબજારમાં “કાળિયા” તરીકે ઓળખાતા ઓપરેટરનું આ ખોખા કંપનીના કૌભાંડમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ઓપરેટરનો દિલ્હીમાં એક મંત્રી સાથે ખાસ સંબંધ હોવાના કારણે, તેણે કૌભાંડમાં દખલ ન પડે તે માટે ખોટી માહિતી ફેલાવી હતી. પરંતુ, SEBIના આદેશ પછી, કાળિયા ઓપરેટર મોબાઈલ સ્વીચ-ઓફ કરીને પોતાના ગોઠવણમાં ફેરફાર કરી રહ્યો હતો. પૂર્વે પણ, SEBIના વિવિધ કેસોમાં, શેરના ભાવમાં ગેરરીતિના દોષિત આ ઓપરેટર્સ પર કેસ નોંધાયા છે.

ખોખા કંપનીનું માર્કેટ કેપ રૂ. 13000 કરોડ

ઓપરેટર અને તેના સહયોગીએ ખોખા કંપનીના બધા શેર પોતાના કબજામાં કરીને, કંપનીનું ભવિષ્ય સુવર્ણયુગ લાવશે એવી ખોટી જાહેરાત કરી અને માત્ર એક વર્ષમાં ₹13,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની બનાવી. વધતા શેરના ભાવમાં ₹500 કરોડના શેર નાના રોકાણકારોને વેચી દીધા હતા. કંપનીએ બોનસ અને ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી, પરંતુ પર્દાફાશ થવાથી હવે ઓપરેટરો ભૂગર્ભમાં પલાયન કરી ગયા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03