સર્વ વિદ્યાલય કેળવણી મંડળની શતાબ્દી શિબિર

Sarva Vidyalaya Kelvani Mandal's Centenary Camp

Education: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંલગ્ન કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૨૦૦૯થી આયોજિત પાંચ દિવસીય સર્વ નેતૃત્વ શિબિરની 100મી (શતાબ્દી) આવૃત્તિ તા. 6થી 10 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાઈ હતી. આ શિબિરમાં 25 કોલેજોના 100 ઉલ્લાસભર્યા યુવાનોનું ઉત્સાહી ભાગીદારી રહી હતી. શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજને કરમઠ, ધીરજવાન, ચારિત્રવાન, સંયમી, સંવેદનશીલ, રાષ્ટ્રપ્રેમી, પરિશ્રમી અને વિવેકશીલ યુવાનો આપવાનું હતું.

Thank you for reading this post, don't forget to subscribe!

ઉદ્ઘાટન સત્રમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે યુવાનોને આદર્શ સંતાન, આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિક બનવાની પ્રેરણા પૂરી પાડી. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે સારા માણસ બની, સારા સમાજના નિર્માણમાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આજના સમયમાં સંવેદનશીલ યુવાનોની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે યુવાનોને સમાજના પ્રશ્નોનું સમાધાન લાવવામાં યોગદાન આપવા અને દરેક વ્યથિત વ્યક્તિની મદદ કરવા આગળ આવવા પ્રોત્સાહિત કર્યું. પ્રેરણાસ્વરૂપ વિવિધ જીવન પ્રસંગોની વાતો કરી, તેમણે “કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એ જ સાચી સેવા” જેવા સૂત્રોના માધ્યમથી જીવનમાં સારી તકદીર ઘડવાની પ્રેરણા આપી હતી.

100મી શિબિરમાં યુવાનોને નેતૃત્વ કૌશલ્ય શીખવવા માટે ગાંધીનગરના હરેશભાઈ પટેલ ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા. ગેસ્ટ સ્પીકર પદ્મશ્રી ગેનાભાઈ પટેલ, નિષ્ઠાબેન ઠાકર (નારી શક્તિ એવોર્ડ વિજેતા), અને અમિતભાઈ ખત્રી (રાષ્ટ્રીય રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાપન સમારંભમાં ડો. કપિલ ત્રિવેદી, ડો. અજય ગોર, ડો. ધર્મેન્દ્ર પટેલ, પ્રા. સુરજ મુંઝાણી, પારુલ અત્તરવાલા, અને રાહુલ સુખડિયાએ અભિનંદન પાઠવ્યા અને શુભેચ્છાઓ આપી. શિબિરનું સફળ સંકલન પૂર્વ તાલીમાર્થી દીપ પ્રજાપતિ, ધ્રુવી સોની, સુહાની પ્રજાપતિ, ખુશાલી પંડ્યા, ધ્રુવ રાજગુરુ, મલય બરોચીયા અને યુવરાજ વિહોલે કર્યું.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03