તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર પદે સારા તેંડુલકરની પસંદગી કરાઈ

Sara Tendulkar elected as director of Tendulkar Foundation

Entertainment: સારા તેંડુલકર હવે ડિરેક્ટર બની છે, અને આ સમાચારને સચિન તેંડુલકરે ખૂબ જ ગર્વ અને ખુશી સાથે વિશ્વ સામે જાહેર કર્યા છે. સચિન માટે આ ક્ષણ એક પિતાના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે, જ્યાં તે પોતાના સંતાનોની સફળતાથી ગૌરવ અનુભવે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સચિને તેમના આ આનંદને વ્યક્ત કરતા કહ્યું, “બાળકોની સફળતા પિતાની સૌથી મોટી સંપત્તિ છે.” સચિન આ સમયે ગર્વથી છલોછલ છે અને પોતાની દીકરીના આ નવે ચરણ માટે આખી દુનિયા સમક્ષ ખુશી વ્યક્ત કરી છે.

સચિન તેંડુલકરે પોતાની દીકરી સારાના ડિરેક્ટર બનવાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા ખુશી વ્યક્ત કરી હતી. સારા હવે સચિન તેંડુલકર ફાઉન્ડેશન સાથે ડિરેક્ટર તરીકે જોડાઈ છે. આ ફાઉન્ડેશન સચિન દ્વારા સંચાલિત એક NGO છે, જે બાળકોના વિકાસ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

લંડનથી માસ્ટર ડિગ્રી પછી NGOમાં નિમણુંક કરવામાં આવી

સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે હવે ફાઉન્ડેશન સાથે નવી ભૂમિકા માટે તૈયાર છે. માસ્ટર ડિગ્રી દરમિયાન પણ સારાએ NGOના વિવિધ પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે બાળકોના વિકાસ માટે ઉત્સુક હતી.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01