અંબાજીમાં RSS દ્વારા રંગોત્સવનું આયોજન

RSS organizes Rangotsav in Ambaji

1 Min Read

Banaskantha: નિત્ય લાગતી શાખા પૂર્ણ થયા બાદ, અંબાજીની તમામ પાંચ શાખાના સ્વયંસેવકો એકત્રિત થયા અને જૂની કોલેજ ખાતે ધુળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ યોજાયો.ઉત્સવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કે માત્ર નેચરલ કલરનો ઉપયોગ થાય અને ફૂલોની હોળી રમાય. સ્વયંસેવકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે સનાતન હિન્દુ ધર્મના તહેવારો અને ઉત્સાહ સાથે ઉજવવા માટે જનસમુદાયમાં જાગૃતિ ફેલાવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા તેમજ નવી પેઢીને હિન્દુ તહેવારોનું માર્ગદર્શન આપવા પર પણ ભાર આપવામાં આવ્યો. હોળી-ધુળેટીનો પર્વ સૌના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિના નવા રંગો ભરે તેવી શુભકામનાઓ સ્વયંસેવકો દ્વારા એકબીજાને આપવામાં આવી. તેમજ હડદમાં પણ હોળીના બીજે દિવસે ભારે ભીડ જોવા મળી હતી.

રિપોર્ટર: મોહન જોશી, હડાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03