Sports: ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માને 11 ખેલાડીઓની આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!રોહિત શર્મા સિવાય ભારતના 3 વધુ ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ICC દ્વારા વર્ષ 2024 માટે શ્રેષ્ઠ મેન્સ T20 ટીમ જાહેર કરી છે, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, અને અર્શદીપ સિંહના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે, ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરમાં સૌથી વધુ 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, અને શ્રીલંકાના એક-એક ખેલાડીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.