Gujarat: રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વિના સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી જિલ્લા ફેર બદલીના તમામ હુકમોને રદ કરવા સહિતની વિવિધ માંગણીઓના અનુસંધાને હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!કર્મચારીઓએ જણાવ્યું હતું કે, હાલ વિભાગમાં લાંબા સમયથી પડતર પડેલી જિલ્લા ફેર બદલીની તમામ અરજીનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. આગળથી નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા ઉભી કરવી, અને કલેક્ટરનું NOC મેળવવાની પ્રથા બંધ કરી, જિલ્લા બદલીની અરજીને પારદર્શક રીતે અને તે જ વર્ષમાં નિકાલ કરવાની પદ્ધતિ અમલમાં લાવવામાં આવે તે જરૂરી છે.
તેમજ, વર્ષ 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને તરત પ્રમોશન આપવામાં આવે અને વર્ષ 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે જાહેર કરી તેમનો મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવે તેવી પણ માંગણી છે. આ તમામ મુદ્દાઓને લઈ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસૂલી કર્મચારીઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યાં હતા. વડોદરા જિલ્લામાં પણ કર્મચારીઓએ સવારે આવેદન આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જો આવતા 10 દિવસમાં માંગણીઓનો હકારાત્મક નિકાલ નહીં આવે, તો કાળી પટ્ટી ધારણ કરવી, માસ CL અને હડતાળ જેવી ચરણબદ્ધ કામગીરી શરૂ કરવામાં આવશે.