GUJARAT: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણનું કામ આગામી ત્રણ વર્ષ સુધી ચાલવાનું છે. આ અંતર્ગત, રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવાની સૂચનાઓ જારી કરી છે.જેમાં સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી કુલ 84 ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવાની યોજના તૈયાર થઈ છે. 47 ટ્રેનો ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી ટ્રેનોને સાબરમતી, મણિનગર, વટવા, અસારવા અને રાજકોટ સ્ટેશનો પર મોકલવામાં આવશે. 37 ટ્રેનો ડાયવર્ટ અમદાવાદથી પસાર થતી ટ્રેનોને મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર ફેરવવામાં આવશે. રેલવે વિભાગે આ માટે પ્રાથમિક આયોજન કર્યું છે અને ટૂંક સમયમાં તેની મંજુરી બાદ અમલ શરૂ થશે.
Thank you for reading this post, don't forget to subscribe!પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે આગામી ત્રણ વર્ષ સુધી ચાલશે. આ માટે, રેલવે મંત્રાલયે 47 ટ્રેનોને અન્ય સ્ટેશનો પર ડાયવર્ટ કરવાની સૂચનાઓ આપી છે. હાલમાં, ડાયવર્ઝન માટે પ્રાથમિક આયોજન પૂરું થયું છે. ઊંચકક્ષાની મંજૂરી મળ્યા પછી, તબક્કાવાર રીતે ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર ટ્રાન્સફર કરવામાં આવશે.
સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ થયેલી ટ્રેનો
- જોધપુર-બાંદ્રા (ટ.) સુર્યનગરી એક્સપ્રેસ
- ભુજ-બાંદ્રા (ટ.) કચ્છ એક્સપ્રેસ
- પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ
- પુરી-ઓખા એક્સપ્રેસ
- વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ
- દાદર-ભુજ એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- બેંગલુરુ-ગાંધીધામ એક્સપ્રેસ
- બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ
- મૈસૂર-અજમેર એક્સપ્રેસ
- બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ
- કોચુવેલી-શ્રી ગંગાનગર એક્સપ્રેસ
- કોચુવેલી-વેરાવળ એક્સપ્રેસ
- નાગરકોયલ-ગાંધીધામ એક્સપ્રેસ
- એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ
- કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ
- ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ
- સનતુરગાંચી-પોરબંદર એક્સપ્રેસ
- વલસાડ-વડનગર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જમ્મુ તવી વિવેક એક્સપ્રેસ
- યશવંતપુર-બારમેર એસી એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ
- દાદર-બીકાનેર રણકપુર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-વેરાવળ એક્સપ્રેસ
- દાદર-બીકાનેર એક્સપ્રેસ
- દાદર-અજમેર એક્સપ્રેસ
- દાદર-ભાગત કી કોથી એક્સપ્રેસ
- વલસાડ-જોધપુર એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-ભુજ એસી એક્સપ્રેસ
- દાદર-જોધપુર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જામનગર એક્સપ્રેસ
- ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ
મણિનગર સ્ટેશન પર ડાયવર્ટ થયેલી ટ્રેનો
- જોધપુર-બાંદ્રા (ટ.) સુર્યનગરી એક્સપ્રેસ
- ભુજ-બાંદ્રા (ટ.) કચ્છ એક્સપ્રેસ
- રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ
- પુરી-ઓખા એક્સપ્રેસ
- વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- બેંગલુરુ-ગાંધીધામ એક્સપ્રેસ
- બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ
- મૈસૂર-અજમેર એક્સપ્રેસ
- બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ
- કોચુવેલી-શ્રી ગંગાનગર એક્સપ્રેસ
- કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ
- ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ
- સનતુરગાંચી-પોરબંદર એક્સપ્રેસ
- વલસાડ-વડનગર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જમ્મુ તવી વિવેક એક્સપ્રેસ
- યશવંતપુર-બારમેર એસી એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ
- દાદર-બીકાનેર રણકપુર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-વેરાવળ એક્સપ્રેસ
- દાદર-બીકાનેર એક્સપ્રેસ
- દાદર-અજમેર એક્સપ્રેસ
- દાદર-ભાગત કી કોથી એક્સપ્રેસ
- વલસાડ-જોધપુર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-ભુજ એસી એક્સપ્રેસ
- દાદર-જોધપુર એક્સપ્રેસ
- બાંદ્રા (ટ.)-જામનગર એક્સપ્રેસ
- ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ
મણિનગર અને સાબરમતી પર ડાયવર્ટ થયેલી ટ્રેનો
- વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- વલસાડ-વડનગર એક્સપ્રેસ