મનજિંદર સિંહ સિરસાએ પંજાબીમાં શપથ લીધા, રવિન્દ્ર સિંહે જય શ્રીરામના નારા લગાવ્યા, પ્રવેશ વર્મા સહિત 6 મંત્રી બન્યા
Thank you for reading this post, don't forget to subscribe!DELHI NEWS: રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ દિલ્હીને ચોથી વખત મહિલા મુખ્યમંત્રી મળ્યા છે. તેમની સાથે કેજરીવાલને હરાવનાર અને નવી દિલ્હી બેઠક પરથી જીતનાર પ્રવેશ વર્માએ પણ મંત્રી પદના શપથ લીધા છે. રેખા ગુપ્તા સાથે 6 પ્રધાનોએ શપથ લીધા છે.
રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લીધા છે.જેમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ શામેલ છે.
શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયાને કહ્યું, ‘આ એક મોટી જવાબદારી છે. મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. હું શીશમહેલમાં નહીં રહું.