દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમા હવામાન વિભાગે દ્રારા રેડ એલર્ટ

Red Alert by Meteorological Department in four districts of South Gujarat

SOUTH GUJARAT: ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો આવતીકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

સૌરાષ્ટ્ર માટે પણ આગામી 48 કલાક ખુબ જ ભારે છે. સૌરાષ્ટ્ર માટે હવામન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાંચથી 7 ઇંચ વરસાદ પડી શકે છે. ગુજરાત પર હાલ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકો આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03