Gujarat: રાજપુર દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂક અંગે રાજ્ય સરકારનો માન્યો આભાર, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી ની કામગીરી બદલ માન્યો આભાર. રાજપુર ગામના દૂધ ઉત્પાદકોએ આજે મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને રૂબરૂ જઈ આભાર માની આપ્યું આવેદનપત્ર. ગામના દૂધ ઉત્પાદકોની રજૂઆતના આધારે જ ઓડિટમાં બહાર આવી 32 લાખની ઉચાપત. મંડળીમાં થયેલ 32 લાખની ઉચાપતની તાત્કાલિક વસૂલાત કરવા આપ્યું આવેદનપત્ર.
Thank you for reading this post, don't forget to subscribe!મંડળીના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ પટેલ અને તેમના પિતાજીના કાર્યકાળમાં મંડળીમાં થઈ છે 32 લાખની ઉચાપત, તેનો આવેદનપત્રમાં ઉલ્લેખ. મંડળીના પૂર્વ પ્રમુખ પટેલ સુનિલભાઈ પાસેથી ઉચાપતના રૂપિયા 32 લાખની વસુલાત ન થાય તે માટે ગઈકાલે દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરી લઈ જવાયા હતા રજૂઆત કરવા. ગઈકાલે ગામના દૂધ ઉત્પાદકોને વિધાનસભા બતાવવાનું કહી ગેરમાર્ગે દોરી લઈ ગયા હતા રજૂઆત કરવા, તેનો પણ આવેદન પત્રમાં ઉલ્લેખ.