ભૂજથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને ચેતવણી ભર્યો સંદેશ

Rajnath Singh's warning message to Pakistan from Bhuj

2 Min Read

India: ભૂજ એરબેઝ પરથી પાકિસ્તાનને રાજનાથ સિંહનો કડક સંદેશ: “ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી, પિક્ચર હજુ બાકી છે!”

Thank you for reading this post, don't forget to subscribe!

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી અને ઓપરેશન સિંદૂરના સફળ અમલ માટે ભારતીય વાયુસેના જવાનોને અભિનંદન પાઠવ્યા. પોતાનું સંબોધન આપતા તેમણે પાકિસ્તાનને જળતું સંદેશ આપ્યો કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, “જેટલો સમય સામાન્ય લોકોને નાસ્તો કરવા લાગે છે, એટલા સમયમાં તમે દુશ્મનનો સફાયો કરી દીધો.” આ ઉગ્ર સંદેશ દ્વારા રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારતનું પ્રતિસાદ ઝડપી, નિર્ણાયક અને પ્રભાવી છે. અને હજુ બહુ કંઈ બાકી છે, કારણ કે આ લડાઈનો અંત આવ્યો નથી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતે પાકિસ્તાન સામે આક્રમક પગલાં ભર્યા અને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું. આ ઓપરેશનને કારણે પાકિસ્તાનને ઘૂંટણિયે આવવું પડ્યું. કચ્છ જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન પણ દેખાયા હતા, જે બતાવે છે કે પાકિસ્તાનની ચકાસણી આપણા દરવાજા સુધી આવી પહોંચી હતી.

ગુજરાત પ્રવાસે આવેલા ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે શુક્રવારે ભુજ એરબેઝ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાયુસેના, BSF અને સેના અધિકારીઓ તેમજ જવાનો સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે જવાનોને સંબોધીને તેમનો ઉત્સાહ વધાર્યો. તેઓ ત્યારબાદ સ્મૃતિવન અને અર્થક્વેક મેમોરિયલ પાર્કની મુલાકાતે ગયા, જ્યાં સાંસદ વિનોદ ચાવડા અને કચ્છના તમામ 6 ધારાસભ્યો પણ હાજર રહ્યા.

‘ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા’

જવાનોને સંબોધન કરતાં રક્ષામંત્રીએ કહ્યું, “હું તમારું અભિનંદન કરવા આવ્યો છું. ઓપરેશન સિંદૂરમાં તમે જે વીરતા બતાવી છે, તે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ભુજ જે રીતે 1965 અને 1971ના યુદ્ધોની સાક્ષી રહ્યું છે, એ જ રીતે હવે ઓપરેશન સિંદૂરની સફળતાનું પ્રતિક બની ગયું છે.”

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03