Education: ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, 6 માર્ચના રોજ મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીઓ અને સિનિયર ડોક્ટર દ્વારા કારમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની ફરિયાદ 7 માર્ચે નીલમબાગ પોલીસ મથકે નોંધાઈ હતી, જેના આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અને 8 શખ્સોની ધરપકડ કરી.
Thank you for reading this post, don't forget to subscribe!આ મામલે મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં ચાર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ હોલ્ડ કરીને તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પછી, આજે ફરીથી એન્ટી રેગિંગ કમિટીની બીજી બેઠક મળીને, દિન સુશીલકુમાર ઝા, DySP R. R.સિંઘાલ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં, ભોગ બનનાર તેમજ દોષિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા.
આ બેઠકના અંતે, ચારેય વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ બે વર્ષ માટે હોલ્ડ કરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી મંજૂર કરવામાં આવી. જોકે, ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો અને કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી.