Banaskantha: થરાદ બાર એસોસિયેશનમાં વર્ષ 2024/25 માટેની ચૂંટણી યોજાતા પ્રમુખ પદે R.D. જોષીનો જંગી વિજય થયો છે. પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં R.D. જોષીએ 50 મતો સાથે આગળ રહીને વિજય મેળવ્યો. અજયભાઈ ઓઝાને 28 મતો મળ્યા, જ્યારે દેવજીભાઈ સોલંકીને 4 મતો મળ્યા.
Thank you for reading this post, don't forget to subscribe!આ ચૂંટણીમાં કુલ 82 મતદાન થયું હતું, જેમાં R.D. જોષીએ 22 મતોના અંતરથી જીત મેળવી. ઉપપ્રમુખ પદે મહેશભાઈ હડિયલનો વિજય થયો છે. વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રમુખ પદ માટે R.D. જોષીની પસંદગી કરી હતી.
આ પ્રસંગે R.D. જોષીને મોં મીઠું કરાવવું, ફૂલહાર, સાલ અને સાફા વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. થરાદ બાર એસોસિયેશનના વકીલો, સમાજના અગ્રણીઓ, યુવાનો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવી નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ