Entertainment: સંજય લીલા ભણશાળીની ‘હીરા મંડી’ સીરિઝના બીજા ભાગની તૈયારીઓ શરુ થઈ છે. બીજા ભાગનું બજેટ વધારે હશે. તેમાં વધુ ઝાકમઝાળ જોવા મળી શકે છે. સંજય લીલા ભણશાળીની મહત્વાકાંક્ષી સીરિઝ “હીરામંડી” નો બીજો ભાગ આવી રહ્યો છે. હીરામંડીના ચાહકોમાં ખુશીનો માહોલ છે. પહેલો ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને હવે બીજા ભાગની રાહ જોવાઈ રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!જોકે, ભણશાળીએ બીજા ભાગના શૂટિંગ માટે હજુ કોઈ ટાઈમટેબલ તૈયાર કર્યું નથી. તે હાલ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. સંજીદા શેખે હીરામંડીમાં વહીદા બેગમનો રોલ કર્યો હતો. ભણશાળી હાલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાથી, હીરામંડી 2નું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે હજુ કોઈ નિશ્ચિત તારીખ નથી.