અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી મેડિકલ ચેકઅપ મુદ્દે રાજકીય હલચલ

Political stir over Payal Goti's medical check-up in Amreli letter case

Amreli: અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની સંડોવણીને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે. પાયલે તેની ધરપકડ પછી પોલીસ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગઈકાલે રાત્રે તપાસ સમિતિ પાયલને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા પહોંચી હતી, પરંતુ પાયલના ઇન્કાર બાદ પોલીસ અને મેડિકલ ટીમ પરત ફરી હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

આજ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે ફરીથી લઈ જવામાં આવશે. ગઈકાલે રાત્રે પરેશ ધાનાણીએ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતી ગાડી રોકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ચેકઅપ વિલંબિત થયું હતું. એ દરમિયાન એસઆઈટી ટીમની હાજરીમાં પાયલે મેડિકલ ચેકઅપ માટે સ્પષ્ટ ના પાડી હતી.

હવે આજે સવારથી બપોર સુધી અમરેલીની સિવિલ હોસ્પિટલમાં પાયલનું મેડિકલ ચેકઅપ થવાનું નિર્ધારિત છે. પોલીસને હોસ્પિટલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાયલ ગોટીનો આ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે તેવું જણાઈ રહ્યું છે, જ્યારે 11 વાગ્યા સુધી પાયલ ગોટી સિવિલ હોસ્પિટલમાં પહોંચી નથી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03