Politics: રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિવાદાસ્પદ અને ધમકીભર્યા નિવેદનો’ આપવા બદલ કોંગ્રેસ નેતાએ NDA 3 નેતાઓ અને શિવસેના 1 નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. AICCના કોષાધ્યક્ષ અને મહાસચિવ અજય માકને તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHOને ફરિયાદ આપવામાં આવી છે.
Thank you for reading this post, don't forget to subscribe!માકને કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, સ્વ. ઈન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમ છતાં આ લોકો આ પ્રકારની ધમકીઓ આપી રહ્યા છે. ભારતમાં રાજકારણ આટલા નીચા સ્તરે ન જઈ શકે. માત્ર ભાજપના એક નેતા જ નહીં પરંતુ ઘણા નેતાઓએ એવી વાતો કહી છે પરંતુ ભાજપે કોઈ કાર્યવાહી ન કરી. રાહુલ ગાંધી એસસી, એસટી, ઓબીસી, આદિવાસી અને લઘુમતી વિશે વાત કરે છે. આ જ કારણ છે કે, ભાજપના લોકોને તેમની વાત પસંદ નથી આવતી. આ જ કારણોસર તેઓ તેમને ધમકાવી રહ્યા છે.
મહાસચિવ અજય માકને તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHOને આપેલી ફરિયાદમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ, ભાજપના નેતાઓ તરવિંદર સિંહ મારવાહ અને રઘુરાજ સિંહની સાથે-સાથે શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની તાજેતરની ટિપ્પણીઓનો હવાલો આપ્યો છે. માકને નેતાઓ સામે FIR નોંધવાની માગ કરી છે.